મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખડલીના તારા ૧/૧

મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખડલીના તારા,
	તમે રાજી રહેજ્યો હે સ્વામી, મારી ભૂલોના ભૂલનારા...ટેક.
તમે મળ્યા તો સુખ છે ઝાઝુ, મારે હૈયે હૈયાના હાર;
	અતિ ફાવી ગયો છું વ્હાલા, મને મળ્યો તમારો પ્યાર...તમે૦ ૧
મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહિ પાર,
	લીધા જન્મ ઘણા મેં વ્હાલા, હદવાળી તમે આ વાર...તમે૦ ૨
કહે જ્ઞાનજીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર;
	તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા...તમે૦ ૩

 

 

મૂળ પદ

મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખડલીના તારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મોર બોલે
Studio
Audio & Video
0
0