સરોવરની પાળે આંબલિયાની ડાળે, ઝૂલે ધર્મલાલો જોવાને સખી ચાલો ૧/૧

સરોવરની પાળે આંબલિયાની ડાળે,
ઝૂલે ધર્મલાલો જોવાને સખી ચાલો;
	હીંચકો બાંધ્યો ફૂલે, અને વાલો મારો ઝૂલે,
	ઝુલાવે સંતો પ્યારા, ઝૂલે છે પ્રાણ મારા...ટેક.
હીંચકો નાખે સંતો મારા, ઝૂલે મારો રાય,
ઝૂલતા શ્રીજી જોઈને મને, આનંદ-આનંદ થાય;
	ફરકે છે ખેસ વાલાનો, છૂટે સુગંધ માળાનો...સરોવર૦ ૧
ઝૂલતાં ઝૂલતાં હસે હેતાળો, લટકાં કરતો લાલ,
ફરર ફરર હીંચકો હાલે, જોઈને ઊપજે વ્હાલ;
	વાલો મારો જોયા જેવો, બેય ગાલે ચૂમ્યા જેવો...સરોવર૦ ૨
ઝૂલતા મારા જીવને જોવા, દેવો આવ્યા આકાશ,
જ્ઞાનજીવન કે’ ઝૂલતાં જોયા, સર્વોપરી અવિનાશ;
	ટળ્યાં તેનાં સર્વે પાપ, મળ્યા પ્રભુ આપો આપ...સરોવર૦ ૩
 

મૂળ પદ

સરોવરની પાળે આંબલિયાની ડાળે, ઝૂલે ધર્મલાલો જોવાને સખી ચાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ઝૂલો મહારાજ
Studio
Audio & Video
0
0