મૂર્તિ રૂપાળી તારી હે ગોપીનાથ, પ્રાણથી પ્યારા મારા નાથ ૧/૧

મૂર્તિ રૂપાળી તારી હે ગોપીનાથ, પ્રાણથી પ્યારા મારા નાથ,
 			ચાંપો વાલા મને હૈયા સાથ;
ગઢડામાં વસ્યા તમે સદા સુખકારી, ઝાલી લીધો છે મારો હાથ,
 			રાજી થયા વાલા મુજ માથ...ટેક.
કર્યું ગઢડુ અક્ષરધામ, તમે કર્યો સદા વિશ્રામ;
	તમે પ્યારા પૂરણકામ, મારા આત્માના આરામ...મૂર્તિ૦ ૧
તારી શ્યામળી મૂર્તિ પ્યારી, છે જીવનદોરી મારી;
	તેં તો દીધી મુજને તારી, લીધી માયાથી ઉગારી...મૂર્તિ૦ ૨
હે જ્ઞાનસખીના સ્વામી, મારે હૈયે બેઠા જામી;
	રાધા વાલી માધા તને, એવી રાખજે વાલી મને...મૂર્તિ૦ ૩
 

મૂળ પદ

મૂર્તિ રૂપાળી તારી હે ગોપીનાથ, પ્રાણથી પ્યારા મારા નાથ

મળતા રાગ

હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0