ચાલો રે ચાલો દર્શને ચાલો, ગઢડા તીર્થ મહાન છે ૧/૧

ચાલો રે ચાલો દર્શને ચાલો,
 	ગઢડા તીર્થ મહાન છે...ટેક.
રાધા સાથે ગોપીનાથ, જોઈ મન લોભે;
 	હરિકૃષ્ણ હરિમાં, ડૂબી રે જાશો....ગઢડા૦ ૧
રેવતી-બળદેવ-કૃષ્ણ, શોભે સૂર્ય સાથમાં;
 	ધર્મ-ભક્તિ-વાસુદેવ, ભાવે રે જોશો....ગઢડા૦ ૨
અક્ષરભુવને થાશે, પ્રસાદીનાં દર્શન;
 	જોતાં ઘનશ્યામ ભાન, ભૂલી રે જાશો....ગઢડા૦ ૩
અક્ષરઓરડીમાં દર્શન અક્ષરધામનાં;
 	એક સરખા મુક્ત-મહારાજને જોશો....ગઢડા૦ ૪
દરબારગઢ, લીંબતરુ, કૂવો ગંગાજળિયો;
 	કરી દર્શન પૂરો હૈયાની હોંશો....ગઢડા૦ ૫
ઘેલો, લક્ષ્મીવાડી, સ્મૃતિમંદિર, ઓટા, બેઠક;
 	જ્ઞાન કહે મોટીબાનો મહિમા જોશો....ગઢડા૦ ૬
 

મૂળ પદ

ચાલો રે ચાલો દર્શને ચાલો, ગઢડા તીર્થ મહાન છે

મળતા રાગ

રહેજો આનંદમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ગઢપુર મહિમા
Studio
Audio & Video
0
0