મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી  ૧/૧

મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી,
	કામો કરીશ તમારાં તમામ રટજો ભાવે કરી...ટેક.
મારી મૂર્તિમાં મન સદા સ્થિર કરો,
પતિવ્રતાના જેવી તમે ભક્તિ કરો,
	રળો મારા માટે જ ધન ધામ...રટજો૦ ૧
સદા મારું ચિંતવન તમે કર્યા કરો,
સાચા સંતોની સેવા ભાવે કર્યા કરો,
	વાલા આપજો ભક્તોને માન...રટજો૦ ૨
મારાં લીલા ચરિત્રોને ધ્યાને ધરો,
સદા કથા કીર્તન ધૂન કર્યા કરો,
	એમાં તલ્લીન રહો આઠો જામ...રટજો૦ ૩
મારી સિવાય બીજી આશા નાશ કરો,
મારા મહિમાને રાતદિ વિચાર્યા કરો,
	જ્ઞાન ભક્ત બનોને નિષ્કામ...રટજો૦ ૪

 

 

મૂળ પદ

મારું સહજાનંદ શુભ નામ રટજો ભાવે કરી

મળતા રાગ

તમે ભાવે ભજી લ્યો ભગવાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
મનવા
Studio
Audio
0
0