એક શ્રીહરિ મોક્ષના દાતા છે, બીજા દાતા સાચા સંત રે ૧/૪

 એક શ્રીહરિ મોક્ષના દાતા છે, બીજા દાતા સાચા સંત રે;
	સહુ સત્સંગ કરો સ્નેહથી...૧
જો કપટ તજો તો લાભ મળે, આવે જન્મ મરણનો અંત રે...સહુ૦ ૨
	મળે પ્રગટ હરિ કાં સંત મળે, ત્યારે તરત જ કલ્યાણ થાય રે...સહુ૦ ૩
માટે અર્પાઈ જાવું સાચાને, મનધાર્યું ન કરો કાંય રે...સહુ૦ ૪
	મનમુખી દુ:ખી જાણો સદા, સંતમુખી સુખી સદાય રે...સહુ૦ ૫
માન મૂકી આવો મેદાનમાં, તો જેમ છે તેમ જણાય રે...સહુ૦ ૬
	જે રહે છે દાસના દાસ થઈ, તેને શ્રીહરિ રહે છે પ્રસન્ન રે...સહુ૦ ૭
વરો વ્હાલાને વિષય વેરી ગણી, ભજો અખંડ જ્ઞાનજીવન રે...સહુ૦ ૮ 
 

મૂળ પદ

એક શ્રીહરિ મોક્ષના દાતા છે, બીજા દાતા સાચા સંત રે

મળતા રાગ

એક ઝાડ માથે ઝુમખડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
મનવા
Studio
Audio
0
0