(મારા) પ્યારા રે પિયુડા, મારા વાલા રે વાલીડા ૧/૧

(મારા) પ્યારા રે પિયુડા, મારા વાલા રે વાલીડા;
 	મેં તો તારી મૂર્તિમાં વૃત્તિ જોડી રે જોડી;
 	હું તો વડતાલે આવું છું દોડી...પ્યારા૦ ટેક.
વડતાલ ધામ તો મોટું તીરથ છે,
મંદિરમાં હરિકૃષ્ણ અતિ સમરથ છે;
	એ...દર્શન થાયે દી ને રાત, હરિકૃષ્ણજી સાક્ષાત;
	એવી જગ છતી છે વાત, મળવા આવું તુંને તે માટ (૨)
 		મારો હરિકૃષ્ણ ભેટે, સામે દોડી રે દોડી;
 		હું તો વડતાલે આવું છું દોડી...પ્યારા૦ ૧
હરિકૃષ્ણ ભેટતાં મન હરખાય છે,
પિયુનો સ્પર્શ પામી સુખ બહુ થાય છે;
	એ...હરિકૃષ્ણ હરિ જોઈ, મારું મન રહ્યું છે મોઈ;
	સર્વે સ્થળે ફરી જોઈ, આવા હરિ ન દીઠા કોઈ (૨)
 		વાલો વડતાલે રહ્યા, દિલ જોડી રે જોડી;
 		હું તો વડતાલે આવું છું દોડી...પ્યારા૦ ૨
જ્ઞાનજીવન હરિકૃષ્ણ મનભાવન,
સૃષ્ટિના અંત સુધી દેશે અહીં દરશન;
	એ...મહાવડતાલનો મહિમાય, મોટા કવિ ઋષિ ગાય;
	એનો પાર ના પમાય, કોટી ભક્તો સુખી થાય (૨)
 		આ તો વાત ન જાણશો કોઈ થોડી રે થોડી;
 		હું તો વડતાલે આવું છું દોડી...પ્યારા૦ ૩
 

મૂળ પદ

(મારા) પ્યારા રે પિયુડા, મારા વાલા રે વાલીડા

મળતા રાગ

નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી