એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું ૧/૧

એક ફૂલ ખીલીને કરમાઈ ગયું,
પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું;
 	એક વાદળ આવીને વરસી ગયું,
 	પણ ધરતીમાં શીતલતા કરતું ગયું...ટેક.
યાદ તમારી હૈયે રહી છે, ભુલાશે નહિ તે કોઈ દિ’ને,
ગુણ તમારા ગાશું સદાયે, ભુલાતા નથી એ રાતદિને;
 	એક વીજળી ચમકીને છુપાઈ ગઈ,
 	પણ બ્રહ્માંડે તેજ ફેલાવી ગઈ...એક ફૂલ૦ ૧
તમારો ચહેરો તમારું હસવું, તમારી સુંદર છબી કેવી,
જોવે જે જન તે મોહી જ જાયે, અતિ મનોહર હતી એવી;
 	એક ગંગા આવીને વહી ગઈ,
 	પણ સર્વને પાવન કરતી ગઈ...એક ફૂલ૦ ૨
સ્મરણ તમારું અમ જીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે,
તમારી તસવીર જોઈએ જ્યારે, આંસુ આવે છે ત્યારે ત્યારે;
 	એક જ્ઞાનયજ્ઞ હવે પૂર્ણ થયો,
 	પણ કલ્યાણ કરોડોનું કરતો ગયો...એક ફૂલ૦ ૩
 

મૂળ પદ

એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0