સહજાનંદ સહજાનંદ સર્વોપરી છો સહજાનંદ, ૧/૧

 સહજાનંદ સહજાનંદ સર્વોપરી છો સહજાનંદ;
	આ ફેરે આવ્યા અક્ષરધામથી;
	સાથે લાવ્યા છો અક્ષરથી સંતો નંદ...સર્વો૦ ટેક.
અહીં આવીને સત્સંગ સ્થાપ્યો તમે; કર્યાં નરનારી એવાં જે સૌને ગમે;
	સૌને કરાવ્યો તમે કેવળ આનંદ...સર્વો૦ ૧
મહા અલૌકિક દિવ્ય છો મૂર્તિ તમે; મોટા ઈશ્વરો અવતારો તમને નમે;
	કોટી કોટીના છોડાવ્યા તમે ભવફંદ...સર્વો૦ ૨
બાંધ્યાં મોક્ષનાં ધામ મોટાં મંદિર તમે; કરે દર્શન ત્યાં સહુના સંતાપ શમે;
	મહાપ્રતાપી મૂર્તિ છો આનંદકંદ...સર્વો૦ ૩
દેખે પર્વતભાઈ અવતારો પાછળ ભમે; કાઢી લીન કરી નિજમાં બતાવ્યા તમે;
	સર્વે અવતારનું છો તમે એક જ કંદ...સર્વો૦ ૪
સત્ય અંતિમ ને સુપ્રિમ છો પાવર તમે; થાય તમથી જગત ને તમોમાં શમે;
	નથી સમજતા તમને જે હોય મતિમંદ...સર્વો૦ ૫
જ્ઞાનજીવનને મળ્યા છો સ્વામી તમે; મોટા ઈશ્વરો મળવાને દેહ દમે;
	તમે સૂર્ય છો નંદસંતો પૂરણચંદ...સર્વો૦ ૬ 
 

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ સર્વોપરી છો સહજાનંદ,

મળતા રાગ

આમંત્રણ આમંત્રણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી