ના રોશો કોઈ તમે, ના પાડો આંસુ તમે ૧/૧

ના રોશો કોઈ તમે, ના પાડો આંસુ તમે;
	રાખી ધીરજ સહુ, કરો ભજન તમે...ટેક.
સંસાર છે આ સપનું, સ્વીકારી લ્યો તમે (૨)
આવ્યાં છે તે તો જાશે (૨) વાત માની લ્યો તમે;
	ના કોઈ અહીં રહ્યાં, જે આવ્યાં તે સૌ ગયાં...રાખી૦ ૧
ભગવાન આ નિયમને, પોતેય પાળે છે (૨)
શ્રીરામ-કૃષ્ણ-શ્રીજી (૨) અહીં દેહ ગાળે છે;
	હા હવે હરિ ભજો, મોહ માયા સૌ તજો...રાખી૦ ૨
કહે જ્ઞાનજીવન સુણજો, સમજીને પાછા વળજો (૨)
કરી કથા ને કીર્તન (૨) જીવન વિતાવજો;
	ના કોઈ ભૂલો એ વાત, જાઉં આપણે એ વાટ...રાખી૦ ૩
 

મૂળ પદ

ના રોશો કોઈ તમે, ના પાડો આંસુ તમે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0