તમને સંભારે છે સંસાર, આવા ગુણો મેં જોયા નહિ કોઈમાં ૧/૧

તમને સંભારે છે સંસાર,
	આવા ગુણો મેં જોયા નહિ કોઈમાં...ટેક.
તારા જીવનની, જેવું જીવે તો રહે, રંગ જગતમાં,
તારી સફળતા, જેવી મળે તો મળે, મોજ જગતમાં;
	થઈ જાય એનો બેડો પાર...આવા૦ ૧
વર્ષો જશે ને, યુગો જશે પણ રે’શે, યાદ તમારી,
થવાણું ન તમ જેવા, એવી રહેશે ફરિયાદ અમારી;
	ધન્ય ધન્ય તારો અવતાર...આવા૦ ૨
જોતાં જ તમને, રાજી થતા’તા લાખો, લોકો હૃદયથી,
પામીને તમને, પામી જતા’તા લાખો, સુખ હૃદયથી;
	હતા કરોડોના આધાર...આવા ૦ ૩
તમે જ્યાં હશો ત્યાં, ખુશી હશે રે વાલા, સર્વે પ્રકારની,
તમારા વિના હવે, જીવવું પડે છે એ તો, સજા એક પ્રકારની;
	‘જ્ઞાન’ સહુને સુખ દેનાર...આવા૦ ૪
 

મૂળ પદ

તમને સંભારે છે સંસાર, આવા ગુણો મેં જોયા નહિ કોઈમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0