(જુઓ) ઊગ્યો આકાશે(૨) ચાંદલિયો ઊભો ત્યાં દર્શન આશે ૧/૧

(જુઓ) ઊગ્યો આકાશે(૨) ચાંદલિયો ઊભો ત્યાં દર્શન આશે;
	(એવી) એને આશા છે(૨) જાણે દોડી જાઉં હું શ્રીહરિ પાસે...ટેક.
તારલિયા ટમ ટમ જુએ, રાસ રમે સંતો,
પ્રાણજીવન હરિજીને, રાજી કરે ભક્તો;
	આવ્યા સર્વે(૨) સંત હરિસંગ રમવા રાસ આશે...ઊગ્યો૦ ૧
એવે સમે એક થયો રૂડો ચમત્કાર,
પામ્યા પૂર્વ જન્મજ્ઞાન સંત તેહ વાર;
	અક્ષરધામમાં(૨) રમવા લાગ્યા રાસ સહુ મુક્ત ભાસે...ઊગ્યો૦ ૨
સ્વામિનારાયણ સર્વોપરી સ્વયં અવતારી,
રાસ રમે સંતો સાથે ધામમાં મોરારી;
	(સર્વે)આવ્યા અવતારો(૨) કૃષ્ણ આદિ જ્ઞાનજીવન રાસ આશે...ઊગ્યો૦ ૩
 

મૂળ પદ

(જુઓ) ઊગ્યો આકાશે(૨) ચાંદલિયો ઊભો ત્યાં દર્શન આશે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી