આવ્યા આવ્યા આજ કુંડળમાં શામળિયો, નદી ઉતાવળીમાં સપ્તરંગી રંગ ઢળિયો ૧/૧

આવ્યા આવ્યા આજ કુંડળમાં શામળિયો,
	નદી ઉતાવળીમાં સપ્તરંગી રંગ ઢળિયો...આવ્યા૦ ૧
રંગ ગુલાબી સૂરજનો આવી મળિયો,
	હૈયે હેતનો નદીમાં હિલોળો ચડિયો...આવ્યા૦ ૨
અવનીના અણુ અણુમાં આનંદ નીતર્યો,
	બની ઝરણાં નદી ને સાગર બનિયો...આવ્યા૦ ૩
ઝાડ પાડ વન વેલી નદી કોતરણા,
	તેથી પ્રગટયાં પંખીનાં મધુ ગીત ઝરણાં...આવ્યા૦ ૪
ઘેર ઘેરથી નીકળી જન સમૂહ બનિયો,
	કહે જ્ઞાનજીવન વાલો વધાવિયો...આવ્યા૦ ૫
 

મૂળ પદ

આવ્યા આવ્યા આજ કુંડળમાં શામળિયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0