સુઈ જાઓ ભઈલા ઘનશ્યામ, આ વઈ જાય છે રાતડી આમ ૧/૧

સુઈ જાઓ ભઈલા ઘનશ્યામ, આ વઈ જાય છે રાતડી આમ..ટેક
			પછી વઢશે તમને મૈયા, રમવા નઈ જાવા દે ભૈયા...સુઈ જાઓ૦ ૧
સુંદર સારી તૈયાર કરી આ સૈયા તમારી છે, ઘનશ્યામજી સુવા માટે હજી કેટલીવાર છે ?(૨)
	આ સૈયા સ્વીકાર કરો, સેવા આપો દયા કરો; (૨)
			થાક્યા હશો મારા ભાઈ, ધીમે ચાપું હું તમારા પાય...સુઈ જાઓ૦  ૨
તારા કુણા કુણા પાવલીયા આ કેવા મજાના છે, ચાંપું હૈયે જયારે ત્યારે લાગે સુખ ખજાના છે. (૨)
	તારું મુખડું શોભે અપાર, હું નીરખું વારંવાર; (૨)
			જયારે સુતા જોવું તને તો, મને ઉપજે વહાલ અપાર...સુઈ જાઓ૦ ૩
સુઈ ગયા મારા જીવન હું નાખું એને પવન, વારે વારે નીરખી એને હું અતિ થયો છું પાવન (૨)
	સુઈ ગયા સુણી મારો ભાવ, રાજી કરવા અમોને માવ;(૨)
			કરે બધું સુણે છે બધું, એવા છે દયા ના દરિયાવ...સુઈ જાઓ૦ ૪ 
 

મૂળ પદ

સુઈ જાઓ ભઈલા ઘનશ્યામ, આ વઈ જાય છે રાતડી આમ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
0
0