પદ-૧ પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું; નૌતમ લીલા રે, નારાયણની ગાઉં...૧ મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને; જેને કાજે રે, સેવે જાય વનને...૨ આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે; જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે...૩ સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની; સુણતાં સજની રે, બીક મટાડે જમની...૪ ગાઉં હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી; પાવન કરજ્યો રે, પ્રભુજી બુદ્ધિ મારી...૫ સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે; તુલસીની માળા રે, કર લઈ ફેરવે ત્યારે...૬ રમૂજ કરતાં રે, રાજીવનેણ રૂપાળા; કોઈ હરિજનની રે, માગી લઈને માળા...૭ બેવડી રાખી રે, બબે મણકા જોડે; ફેરવે તાણી રે, કંઈક માળા તોડે...૮ વાતો કરે રે, રમૂજ કરીને હસતા; ભેળી કરી રે, માળા કરમાં ઘસતા...૯ ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી; પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી...૧૦ પદ-૨ સાંભળ સૈયર રે, લીલા નટનાગરની; સુણતાં સુખડું રે, આપે સુખસાગરની...૧ નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે; ધ્યાન ધરીને રે, બેસે જીવન બારે...૨ ક્યારેક ચમકી રે, ધ્યાન કરતાં જાગે; જોતાં જીવન રે, જન્મ મરણ દુ:ખ ભાગે...૩ પોતા આગળ રે, સભા ભરાઈ બેસે; સંત હરિજન રે, સામું જોઈ રહે છે...૪ ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે; સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે...૫ સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં; તેમને જોઈ રે, મગન થાય મહારાજા...૬ તેમની ભેળા રે, ચપટી વજાડી ગાય; સંત હરિજન રે, નીરખી રાજી થાય...૭ ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી; ભેળા ગાય રે, તાળી દઈ વનમાળી...૮ આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે; પોતા આગળ રે, કથા વંચાય ત્યારે...૯ પોતે વાર્તા રે, કરતાં હોય બહુનામી; ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી...૧૦ પદ-૩ મનુષ્યલીલા રે, કરતા મંગલકારી; ભક્ત સભામાં રે, બેઠા ભવભયહારી...૧ જેને જોતાં રે, જાયે જગ આસક્તિ; જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ...૨ તે સંબંધી રે, વાર્તા કરતાં ભારી; હરિ સમજાવે રે, નિજજનને સુખકારી...૩ યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત; એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત...૪ જ્યારે હરિજન રે, દેશ દેશના આવે; ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે...૫ જાણી પોતાના રે, સેવકજન અવિનાશી; તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશી...૬ ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ; ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ...૭ ધ્યાનમાંથી રે, ઉઠાડે નિજ જનને; દેહમાં લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને...૮ સંત સભામાં રે, બેઠા હોય અવિનાશ; કોઈ હરિજનને રે, તેડવો હોય પાસ...૯ પહેલી આંગળી રે, નેત્ર તણી કરી સાન; પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન...૧૦ પદ-૪ મોહનજીની રે, લીલા અતિ સુખકારી; આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી...૧ ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે; ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે...૨ શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી; તેને રાખે રે, આંખો ઉપર દાબી...૩ ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે; વાતો કરે રે, કથા વંચાય તોયે...૪ સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે; પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે...૫ હાર ચઢાવે રે, પૂજા કરવા આવે; તેના ઉપર રે, બહુ ખીજી રિસાવે...૬ કથા સાંભળતાં રે, હરે હરે કહી બોલે; મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે...૭ ભાન કથામાં રે, બીજી ક્રિયામાંય; ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાય...૮ થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની; થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની...૯ એમ હરિ નિત્ય નિત્ય રે, આનંદરસ વરસાવે; એ લીલારસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે...૧૦ પદ-૫ સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મોરારી; કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી...૧ થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા; રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા...૨ ક્યારેક ઢોલિયે રે, બેસે શ્રીઘનશ્યામ; ક્યારેક બેસે રે, ચાકળે પૂરણકામ...૩ ક્યારેક ગોદડું રે, ઓછાડે સહિતે; પાથર્યું હોય રે, તે પર બેસે પ્રીતે...૪ ક્યારેક ઢોલિયા રે, ઉપર તકિયો ભાળી; તે પર બેસે રે, શ્યામ પલાંઠી વાળી...૫ ઘણુંક બેસે રે, તકિયે ઓઠિંગણ દઈને; ક્યારેક ગોઠણ રે, બાંધે ખેસ લઈને...૬ ક્યારેક રાજી રે, થાય અતિશે આલી; સંત હરિજનને રે, ભેટે બાથમાં ઘાલી...૭ ક્યારેક માથે રે, લઈ મેલે બે હાથ; છાતી માંહી રે, ચરણકમળ દે નાથ...૮ ક્યારેક આપે રે, હાર તોરા ગિરધારી; ક્યારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી...૯ ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ; પ્રેમાનંદ કહે રે, ભક્તતણા પ્રતિપાળ...૧૦ પદ-૬ એવાં કરે રે, ચરિત્ર પાવનકારી; શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી...૧ ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે; ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે...૨ છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઈને; છીંક ખાયે રે, મુખ પર આડો દઈને...૩ રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ; મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ...૪ ક્યારેક વાતો રે, કરતાં થકા દેવ; છેડે રૂમાલને રે, વળ દેવાની ટેવ...૫ અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો; પરદુ:ખહારી રે, વારી બહુનામીનો...૬ કોઈને દુ:ખિયો રે, દેખી ન ખમાય; દયા આણી રે, અતિ આકળા થાય...૭ અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુ:ખ ટાળે; કરુણા દૃષ્ટિ રે, દેખી વાન જ વાળે...૮ ડાબે ખંભે રે, ખેસ આડસોડે નાંખી; ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી...૯ ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી; ચાલે વ્હાલો રે, પ્રેમાનંદનો હેલી...૧૦ પદ-૭ નિત્ય નિત્ય નૌતમ રે, લીલા કરે હરિરાય; ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય...૧ સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે; હેત કરીને રે, બોલાવે બહુ વાલે...૨ ક્યારેક ઘોડે રે, ચડવું હોય ત્યારે; ક્યારેક સંતને રે, પીરસવા પધારે...૩ ત્યારે ડાબે રે, ખંભે ખેસને આણી; ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી...૪ પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ; જણસ જમ્યાની રે, લઈ લઈ તેનાં નામ...૫ ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ; સંત હરિજનને રે, પીરસવાને કાજ...૬ શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં; કોઈના મુખમાં રે, આપે લાડુ હસતાં...૭ પાછલી રાત્રિ રે, ચાર ઘડી રહે ત્યારે; દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે...૮ ન્હાવા બેસે રે, નાથ પલાંઠી વાળી; કર લઈ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી...૯ કોરે વસ્ત્રે રે, કરી શરીરને લુવે; પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે...૧૦ પદ-૮ રૂડા શોભે રે, નાહીને ઊભા હોવે; વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે...૧ પગ સાથળને રે, લુહીને સારંગપાણી; કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી...૨ ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વહાલે; આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે...૩ માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા; કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા...૪ જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી; તે પર ડાબો રે, કર મેલે વનમાળી...૫ જમણા પગને રે, રાખી ઊભો શ્યામ; તે પર જમણો રે, કર મેલે સુખધામ...૬ રૂડી રીતે રે, જમે દેવના દેવ; વારે વારે રે, પાણી પીધાની ટેવ...૭ જણસ સ્વાદુ રે, જણાય જમતાં જમતાં; પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા...૮ તેમને આપી રે, પછી પોતે જમે; જમતા જીવન રે, હરિજનને મન ગમે...૯ ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ; ઓડકાર ખાયે રે, પ્રેમાનંદના નાથ...૧૦ પદ-૯ ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને; દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને...૧ મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે; પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે...૨ પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો; ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો...૩ વર્ષાઋતુ રે, શરદ ઋતુને જાણી; ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી...૪ સંત હરિજનને રે, સાથે લઈને શ્યામ; ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ...૫ બહુ જળક્રીડા રે, કરતાં જળમાં નાય; જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય...૬ નાહીને બારા રે, નીસરી વસ્ત્ર પહેરી; ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી...૭ પાવન યશને રે, હરિજન ગાતા આવે; જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે...૮ ગઢપુરવાસી રે, જોઈને જગઆધાર; સુફળ કરે છે રે, નેણાં વારંવાર...૯ આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી; ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી...૧૦ પદ-૧૦ નિજ સેવકને રે, સુખ દેવાને કાજ; પોતે પ્રગટયા રે, પુરુષોત્તમ મહારાજ...૧ ફળિયામાંહી રે, સભા કરી બિરાજે; પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે...૨ બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને; પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને...૩ બે આંગળીઓ રે, તિલક કર્યાની પેરે; ભાલ વચ્ચે રે, ઊભી રાખી ફેરે...૪ સૂતાં સૂતાં રે, માળા માગી લઈને; જમણે હાથે રે, નિત્ય ફેરવે ચિત્ત દઈને...૫ ભૂલ ન પડે રે, કે દી એવું નિયમ; ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ...૬ ભર નિદ્રામાં રે, પોઢયા હોય મુનિરાય; કોઈ અજાણે રે, લગાર અડી જાય...૭ ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ; કોણ છે ? પૂછે રે, સેવકને સુખધામ...૮ એવી લીલા રે, હરિની અનંત અપાર; મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર...૯ જે કોઈ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે; પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે...૧૦
પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું (૧૦ પદો)
સંતવૃંદ સમૂહગાન
અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .
અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે,
અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ
અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪
અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
અંતરના જામી શું કહીએ આપને
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪
અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨
અક્ષરના વાસી રે અવની આવીયા,
અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે;
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે,
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.
અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,
અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;
અખિયનકી લગી ચટકી સજની અંખિ.
અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી
અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની
અખિયાં અટકી દેખત બનવારી..
અખિયાં અટકી રહી લખી છબી નટકી
અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....
અખિયાં અટકી સલોને રૂપ;
અખિયાં અબીર ગુલાલસે ભરી .
અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪
અખિયાં ઓટ ભયે અકુલાત
અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;
અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે
અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;
અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;
અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત
અખિયાં ભરી હે ગુલાલસે મોરી....
અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે
અખિયાં લગીરી મોય..