અમે સહજાનંદી યુવાનો છીએ, અમે શ્રીજીના સંતાનો છીએ ૧/૧

અમે સહજાનંદી યુવાનો છીએ, અમે શ્રીજીના સંતાનો છીએ (૨)
	માયા સાથે યુદ્ધે ચડવા (૨) શસ્ત્રો અમે સહુ બાંધ્યા છે...અમે૦ ટેક
રહીએ ઉમંગે કરીએ ઉમંગે, શ્રીજીના બહુ કાજ (૨)
જ્ઞાન તણુ બખતર પહેરીને, ઉંચુ સાધીએ નિશાન (૨)
	દેહભાવના ચુરે ચુરા, કરવા અમે હરખાયા છીએ...અમે૦ ૧
સભામાં જઈને નિયમો લઈને, પાછા પગ નવ ભરીએ (૨)
સુહૃદ ભાવથી એકબીજાના, સુખ-દુ:ખ વહેંચી લઈએ (૨)
	સિંહ ગર્જના જેવી વાતો, કરવા અમે સર્જાયા છીએ...અમે૦ ૨
શરણ શ્રીજીનું બળ હરિનું, સંત વચન અનુસરીએ (૨)
જીવન મુક્તિ નક્કી મળી છે, સઘળુ અર્પણ કરીએ (૨)
	ડર નથી હવે બીજા કોઈનો, મરવા અમે જનમાયા છીએ-અમે૦૩

 

મૂળ પદ

અમે સહજાનંદી યુવાનો છીએ, અમે શ્રીજીના સંતાનો છીએ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
સહજાનંદી યુવાન
Studio
Audio
0
0