વ્હાલાને જોઈ, મન રહ્યું મોહી, અભિષેક ઉત્સવ થાય, ધન્ય ધન્ય આજ ઘડી ૧/૧

વ્હાલાને જોઈ, મન રહ્યું મોહી,
	અભિષેક ઉત્સવ થાય, ધન્ય ધન્ય આજ ઘડી...ટેક
શોભે રૂડી કેસર ધારા, પીળા પીળા લાગે પ્રીતમ પ્યારા,
		વ્હાલો છે રાજાધિરાજ...ધન્ય ધન્ય૦ ૧
ઘેલા, ગંગા, જમુના, રેવા આવ્યા તીર્થો લાભ જ લેવા,
		આપે છે સુખ મહારાજ...ધન્ય ધન્ય૦ ૨
પંચામૃતથી સ્નાન કરાવી, મનહર મૂર્તિ મનમાં લાવી,
		સુખી થઈ હું આજ...ધન્ય ધન્ય૦ ૩
સંતો આવ્યા ભક્તો આવ્યા, નિરંજનને નેહે નવડાવ્યા,
		પ્રત્યક્ષ છે અમ કાજ...ધન્ય ધન્ય૦ ૪

 

મૂળ પદ

વ્હાલાને જોઈ, મન રહ્યું મોહી, અભિષેક ઉત્સવ થાય, ધન્ય ધન્ય આજ ઘડી

રચયિતા

નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
સારંગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
ફિલ્મી ઢાળ
અભિષેક
Studio
Audio
0
0