અહો અમારા ભાગ્ય અપાર, કહેતા બ્રહ્મા થાકે, સર્વોપરી રીજ્યા આ વાર ૧/૧

અહો અમારા ભાગ્ય અપાર, કહેતા બ્રહ્મા થાકે,
	સર્વોપરી રીજ્યા આ વાર, પોતાના કરી રાખે...ટેક.
સંતો સાથે વાલો ઘડી ઘડી આવે, અવનવા આનંદ ઉત્સવ લાવે,
	ઉત્સાહ આણે અપરંપાર, મીઠડો પ્રેમનો રંગ જમાવે...અહો૦ ૧
આ સહજાનંદ પાર ન આવે, અનંત ઈશ્વરો શીશ નમાવે,
	રાજાધિરાજ સર્વાધાર, અમને તેના તે કા’વે...અહો૦૨
અરે નાચો કુદો આજ થાક ન લાગે, મારો વાલીડો હૈયે જોમ જમાવે,
	મારો જન્મ સફળ આ વાર, હૈયાને હરિ બહુ ભાવે...નાચો૦ ૩
અનિર્દેશ અખંડ આ માંગે, સર્વે વૃત્તિ મારી હરિમાંહી લાગે,
	દેશકાળથી હરિ દૂર ન લાગે, હુંમાં હુંકાર સદા હરિનો આવે...નાચો૦ ૪

 

મૂળ પદ

અહો અમારા ભાગ્ય અપાર, કહેતા બ્રહ્મા થાકે, સર્વોપરી રીજ્યા આ વાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
પાર્થિવ ગોહિલ
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
અટલ પ્રતિજ્ઞા
Studio
Audio
0
0