પ્રભુજી અમારા, અમે બાળકો તમારા, રાજી રહેજો હરિ, ન રાખશો નોધારા ૧/૧

પ્રભુજી અમારા, અમે બાળકો તમારા, 
	રાજી રહેજો હરિ, ન રાખશો નોધારા...ટેક
તમને સંભારીએ, તમને બોલાવીએ,
	તમારી સાથે સદા, રહીએ ઓ પ્યારા...પ્રભુજી૦ ૧
ભણીએ ને ગણિયે, તમારે સહારે, 
	રમતાં ને જમતાં, સંભારીએ પ્યારા...પ્રભુજી૦ ૨
આનંદ આવે, પ્રભુ અમથી તમોને, 
	ફુલડાં બનીએ એવાં, બાગનાં તમારા...પ્રભુજી૦ ૩
તારા કેફમાં રહીએ, થઈને મસ્તાના, 
	સ્વીકારજો પ્યારા, હૈયાના ભાવ અમારા...પ્રભુજી૦ ૪ 

 

મૂળ પદ

પ્રભુજી અમારા, અમે બાળકો તમારા, રાજી રહેજો હરિ, ન રાખશો નોધારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
યશ શાહ
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0