હાંરે મારો નાથ હિંડોરે ઝૂલે રે..૧/૮

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે ;
ચાલો સખી જોવાને રે દુઃખડાં ખોવાને. હાંરે ૦
વિશ્વકર્માએ હિંડોરો બનાયો, ચોંપ કરી ચતુરાયે રે ;
શ્યામ સુંદર તે ઉપર રાજે, નિરખી સુખિયાં થાયે રે. ચા૦૧
હીરા મોતી જડેલ હિંડોલે, રેશમ કેરી દોરી રે ;
ઝાઝું હેત કરીને ઝૂલાવે, ગુણવંત રાધા ગોરી રે. ચા૦ર
આરે હિંડોળાની શોભા અલૌકિક, તીનલોકથી ન્યારી રે ;
અખંડ જોડ પિયા પ્યારીને ઉપર, બ્રહ્માનંદ બલિહારી રે. ચા૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી