હાંરે છેલો સુંદર શ્યામ સોહાગી રે..૨/૮

હાંરે છેલો સુંદર શ્યામ સોહાગી રે ;
ઝૂલે હરિ હિંડોળે રે રાધા વા ઢોળે. હાંરે ૦
હિંડોળો આંબલિયાની ડાળે, સુંદર નૌતમ છાજે રે ;
મહીઆરી સર્વે જુથ મળીને, આવી છે ઝૂલાવા કાજે રે. ઝુ૦૧
હેત કરી કરી સામુરે હેરે, મરમાલો વનમાળી રે ;
સુંદરવરની શોભા જોઇને, મગન થઇ મતવાલી રે. ઝુ૦ર
શ્યામ તણા હિંડોળાની સજની, છબી વર્ણવ્યામાં નાવે રે ;
બ્રહ્માનંદના નાથને જોવા, ઇન્દ્રાદિક સુર આવે રે. ઝુ૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી