હાંરે બદ્રીનાથ હિંડોળે ઝૂલે રે બળવંત બહુનામી રે જગ અંતરજામી..૫/૮

હાંરે બદ્રીનાથ હિંડોળે ઝુલે રે ;
બળવંત બહુનામી રે જગ અંતરજામી. હાં ૦
બેશ અમૂલ્ય હિંડોળો રે બાંધ્યો, વિમળ વિશાલાની ડાળે રે ;
નરનારાયણ નાથ બિરાજે, ઝુલંતા રંગ ઢાળે રે. બ૦૧
શિવ બ્રહ્મા સનકાદિક સરખા, મુનિવર આવે જોવા રે ;
સુંદર રૂપ બંને દોઉં બાંધવ, મુક્તતણાં મન મોવા રે. બ૦ર
કોઇ ગાવે કોઇ નાચે સુર મુનિ, જય જય વાણી ઉચ્ચારે રે ;
બ્રહ્માનંદનો નાથ અલૌકિક, જન મન સુખ વિસ્તારે રે. બ૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
0
0