હાંરે ઝૂલે નરનારાયણ દેવા રે નૌતમ અવિનાશી રે બદ્રી વનવાસી..૬/૮

હાંરે ઝૂલે નરનારાયણ દેવા રે ;
નૌતમ અવિનાશી રે બદ્રી વનવાસી. હાંરે૦
શેષ સહસ્ત્ર મુખ નામ ઉચ્ચારે, નિગમ નેતિ કરી ગાવે રે ;
તે વહાલો નિજ જનને કારણ, દેહ ધરી ધરી આવે રે. નૌ૦૧
શરણાગત વત્સલ હરિ સમરથ, પ્રાણજીવન જન પ્યારા રે ;
સુંદર શ્યામ હિંડોળે ઝૂલત, મુક્ત ઝૂલાવન હારા રે. નૌ૦ર
અગણિત જીવ ઉધારન કારન, મનુષ્ય તણી તનુ ધારી રે ;
પુરુષોત્તમના વદન કમલપર, બ્રહ્માનંદ બલિહારી. નૌ૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0