હાંરે ઝૂલે નવલ હિંડોળે નાથ રે સુખકારી રે શોભા અતિ સારી ૭/૮

હાંરે ઝૂલે નવલ હિંડોળે નાથ રે ;
સુંદર સુખકારી રે શોભા અતિ સાર���. હાંરે૦
બદ્રીનાથ હિંડોળે ઝૂલે, મહા મુક્ત ઝૂલાવે રે ;
નરનારાયણ મૂરતિને નિરખી, જન મન આનંદ પાવે રે. સું૦૧
શારદ નારદ શેષ મહેશ્વર, હિંડોળાની છબી હેરે રે ;
ગગન ફૂલ સુરપતિ વરસાવે, ગાવે છે હેત ઘણેરે રે. સું૦ર
કરુણાસિંધુ અખંડિત કાયા, માયા પાર મોરારી રે ;
બ્રહ્માનંદ હિંડોળાની શોભા, તીન લોક દુઃખહારી રે. સું૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
0
0