હેલી ઝૂલત રસિક વ્રજચંદ, હો ચંદ, હેલી ઝૂલત રસિક વ્રજચંદ હો ચંદ ૨/૪

હેલી ઝૂલત રસિક વ્રજચંદ હો ચંદ, હેલી ઝૂલત રસિક વ્રજચંદ હો ચંદ, ટેક.
બાંધ્યો આંબાડાળ હિંડોરો, રાજત નવલ મનોહર તોરો ;
લટકત શિર પર નવલ કલંગી, શ્યામ બને સુખકંદ. હે૦૧
ગોપી ગ્વાલ ખડે ચહુ ઓરા, બાજત તાલ મૃદંગ ટકોરા.
ઝૂલત રંગભર પ્રીતમ મોરા, ગુન સાગર ગોવિંદ. હે૦ર
ગરક કસુંબી પગિયાં ઘેરી, ફૂલ માલ સુંદર ગલ પેરી,
પ્રેમી જન મન ભરમન કારન, રચ્યો પ્રેમકો ફંદ. હે૦૩
કાને કુંડળ જડિત બિરાજે, દેખી દેખી કંદર્પ છબી લાજે ;
પ્રાણ પિયાકે વદન કળમ પર, વારી બ્રહ્માનંદ. હે૦૪

મૂળ પદ

ઝુલે નવલ પ્રીતમ બલવીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી