નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે, ઝૂલાવે રાધીકા ગોરી રે ;૧/૮

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે, ઝૂલાવે રાધીકા ગોરી રે ;
કનક થંભનો બન્યો રે હિંડોળો, રેશમ કેરી દોરી રે. ન૦૧
સર્વ સાહેલી ભેળી રે થઇને, ચાલો જોવા જાયે રે ;
મનમોહન નટવરની રે મૂર્તિ, નિરખીને સુખીયાં થાયે રે. ન૦ર
બહુ હેતે હિંડોળો રે બાંધ્યો, આંબલિયાની ડાળે રે ;
મોરલીમાં રાગ મલાર આલાપે, ગાવંતા રંગ ઢાળે રે. ન૦૩
છોગાળો ઘનશ્યામ છબીલો, હેત કરીને હેરે રે ;
બ્રહ્માનંદના વહાલાને જોઇને, મગન થઇ આ ફેરે રે. ન૦૪

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

મળતા રાગ

આજ મારૂ ભાગ્‍ય - એ રાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ વ્યાસ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0