રત્ન જડીત હિંડોળા માંહી, બેઠા છે પ્રીતમ પ્યારો રે ;૨/૮

રત્ન જડીત હિંડોળા માંહી, બેઠા છે પ્રીતમ પ્યારો રે ;
હેત કરી વ્રજ જનને હેરે, નટવર નંદ દુલારો રે. ર૦૧
કોઇક નાચે ને કોઇક ગાવે, કોઇક તાલ બજાવે રે ;
જદુવરના હિંડોળાને જોવા, ઈંદ્રાદિક સુર આવે રે. ર૦ર
હિંડોળાની શોભા જોઇને, મોહી રહ્યાં નરનારી રે ;
રાધા સહિત રસિકવર ઝૂલે, ગુણવંતો ગિરિધારી રે. ર૦૩
કનકતણો હિંડોળો સુંદર, સજની જોવા ચાલો રે ;
બ્રહ્માનંદ કહે રંગભર ઝૂલે, લટકાળો નંદલાલો રે. ર૦૪

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી