સુંદરવર હિંડોળે શોભે, રંગભીનો રૂપાળો રે ;૪/૮

સુંદરવર હિંડોળે શોભે, રંગભીનો રૂપાળો રે ;
લટકાળો ખાંતે કરી ઝૂલે, મોહન મોરલીવાળો રે. સું૦૧
સોનાનો હિંડોળો સુંદર, રેશમ દોરી રૂડી રે ;
રંગભીની રાધા ઝૂલાવે, ખળકે છે ભુજ ચૂડી રે. સું૦ર
પેચાળી પાઘલડી બાંધી, લટકે નવલ કલંગી રે ;
રસિક પ્રીતમ લાગે છે રૂડા, નાથ ઝૂલે નવરંગી રે. સું૦૩
રત્નજડિત ડાંડી હિંડોળે, લાગે છે રૂપાળી રે ;
બ્રહ્માનંદનો વહાલો શોભે, વ્રજજીવન વનમાળી રે. સું૦૪

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી