હિંડોળો ઘનશ્યામ હરિનો, અતિ રૂપાળો લાગે રે; ૬/૮

હિંડોળો ઘનશ્યામ હરિનો, અતિ રૂપાળો લાગે રે;
	સજની અંતર વાધે સુખડું, ભવનું દુ:ખડું ભાગે રે...૧
છેલ ચતુરવર છોગાળા કેરી, મૂર્તિ મનોહર પ્યારી રે;
	અલબેલા મનમોહન ઉપર, તન ધન નાખું વારી રે...૨
હિંડોળાની શોભા હેલી, વર્ણવ્યામાં નવ આવે રે;
	લટકાળા કેરું છોગલિયું, ચિત્તડાને લલચાવે રે...૩
કનક સ્તંભ હિંડોળો કાજુ, દોરી રેશમ કેરી રે;
	બ્રહ્માનંદનો વહાલો ઝૂલે, લાલ મનોહર લહેરી રે...૪
 

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

મળતા રાગ

માલીગાડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
ઝૂલો મહારાજ
Studio
Audio & Video
0
0