એકાદશી અનુપ આજની કોડે ઓછવ કરીએ રે ;૪/૮

 

એકાદશી અનુપ આજની કોડે ઓછવ કરીએ રે ;
સહિત પવિત્રાં સુંદરવરની, મૂરતિ અંતર ધરીયે રે. એ૦૧
પ્રાણજીવનનાં તોરા ઉપર, પ્રીતે ભમર ભમે છે રે ;
લટકાળા મોહનનાં લટકાં, મન મારે અધિક ગમે છે રે. એ૦ર
સુંદરવર શામળિયા કેરું રૂપ અલૌકિક જોયું રે ;
ભૂધરજીની મૂરતિ ભાળી, સરવે ગોકુળ મોયું રે. એ૦૩
છેલ ચતુરવર છોગાળાની, લાવન પ્યારી લાગે રે ;
બ્રહ્માનંદના વહાલાને રાખું, આંખડલીની આગે રે. એ૦૪

મૂળ પદ

શ્રાવણ સુદિ એકાદશી સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી