નવલ પવિત્રાં નાથજી પેહેર્યાં, કાન કુંવર કેસરીયે રે ;૬/૮

નવલ પવિત્રાં નાથજી પેહેર્યાં, કાન કુંવર કેસરીયે રે ;
ચાલ સખી નંદજીને મંદિર, કોડે દરશન કરીયે રે. ન૦૧
સુંદરવર છોગાળા કેરું, રૂપ અલૌકિક જોઇયે રે ;
મહા મનોહર નૌતમ મૂર્તિ, આંખડલીમાં પ્રોઇયે રે. ન૦ર
આજ પવિત્ર એકાદશી આવી, પેહેર્યાં પવિત્રાં વહાલે રે ;
કોડીલા નંદલાલ કુંવરને, જોયા વિના નવ ચાલે રે. ન૦૩
માવો વ્રજનારીનાં મનડાં, હેતે કરીને હરે છે રે ;
બ્રહ્માનંદના નાથની મૂર્તિ, નિરખી નેણ ઠરે છે રે. ન૦૪

મૂળ પદ

શ્રાવણ સુદિ એકાદશી સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી