ટોડલે ટોડલે તોરણ બાંધ્યાં, રત્ને તે મંડપ છાયો રે ;૨/૪

ટોડલે ટોડલે તોરણ બાંધ્યાં, રત્ને તે મંડપ છાયો રે ;

અખિલ ભુવનનો નાથ અલૌકિક, પુત્ર જશોમતી જાયો રે.

સામવેદ ઊંચે સ્વર સુંદર, બ્રહ્મા તે ઉભા વાંચે રે ;

તાંડવ નૃત્ય કરી ત્રિપુરારિ, નંદતણે ઘર નાચે રે.

ચિત્ર વિચિત્ર ધજા પટ બાંધ્યા, મોતીડે ચોક પુરાવ્યા રે ;

નંદનવનનાં ફૂલ લેઇને, દેવ વધાવા આવ્યા રે.

જુવતી જૂથ કરીને જોવા, સૌ મળી આપણ ચાલો રે ;

આપણે કાજે પ્રગટ થયા છે બ્રહ્માનંદનો વહાલો રે.

મૂળ પદ

નંદ તણે ઘેર નોબત વાજે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0