આજ સખી જોને નંદતણે ઘેર, આનંદ ઉત્સવ ભારી રે૩/૪

 આજ સખી જોને નંદતણે ઘેર, આનંદ ઉત્સવ ભારી રે ;     

કનક તણી ગળે માળ નાખીને, ઘેનુને શણગારી રે.             ૧
બ્રાહ્મણ જૂથ મળ્યા બ્રહ્મવેત્તા, વેદ જપે શુભ વાણી રે ;       
કોટી કોટી બ્રહ્માંડનો કર્તા, લાલ જાયો નંદ રાણી રે.             ર
નૌતમ વસ્ત્ર આભૂષણ પહેરી, ગોપી ગોવાળા ગાવે રે ;       
અરસપરસ મુખ માંખણ લીંપે, દધિના તે કીચ મચાવે રે.    ૩
નંદતણે આંગણ નર નારી, હરખ ભર્યાં સહુ ડોલે રે ;          
બ્રહ્માનંદના નાથને જોઇને, જય જય વાણી બોલે રે.             ૪
 

મૂળ પદ

નંદ તણે ઘેર નોબત વાજે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી