નંદ જશોદાનાં ભાગ્યનો મહિમા, મુખ વર્ણવ્યો નવ જાવે રે ;૪/૪

નંદ જશોદાનાં ભાગ્યનો મહિમા, મુખ વર્ણવ્યો નવ જાવે રે ;

પુરુષોત્તમ જેના પુત્ર થયા નિત્ય, ખોળામાં લઇને ખેલાવે રે.

ધન ધન વ્રજની ભોમ સખી, જેની રજ વંદે ત્રિપુરારિ રે ;

અનંત બ્રહ્માંડ પતિ ત્યાં આવી, પ્રગટ્યા તે દેવ મોરારિ રે.

બ્રહ્માદિક સિદ્ધરાજ મુનિ જેનું, ધ્યાન કરી કરી હાર્યા રે ;

તે વહાલો ગોવાળાના ઘરમાં, પ્રીત કરીને પધાર્યા રે.

અક્ષરધામથી અધિક થયું, આજ નંદરાયનું ફળિયું રે ;

બ્રહ્માનંદના નાથને નિરખી, નેણતણું ફળ મળિયું રે.

મૂળ પદ

નંદ તણે ઘેર નોબત વાજે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી