બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે ૧/૪

બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે;
	હરિ પ્રગટયા સર્જનહાર, નિજજન કાજે રે...નોબત૦ ૧
જનમ થયો જગદીશનો રે, હરખ વધ્યો ત્રિલોક;
	કુબુદ્ધિ કંસ સરીખડા, તેને અંતર પેઠો શોક...નોબત૦ ૨
દેવ ત્રિયા ટોળે મળી રે, સુર તેત્રીસે ક્રોડ;
	જશોમતી કેરે આંગણે ગાવે, જય જય ધુનિ કર જોડ...નોબત૦ ૩
તોરણ બાંધ્યાં ટોડલે રે, ચંદન લીપ્યાં ધામ;
	આનંદકારી ઊપન્યા વહાલો, બ્રહ્માનંદના શ્યામ...નોબત૦ ૪
 

મૂળ પદ

બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

રસિયો રાસ રમે
Studio
Audio
0
0