અતિ હરખ વધાઇ આજ વદે વ્રજવાસી રે..૨/૪

 અતિ હરખ વધાઇ આજ, વદે વ્રજવાસી રે,      

થયા પ્રગટ રસિક વ્રજરાજ, અકળ અવિનાશી રે.          વ૦૧
ચોક પુરાવ્યા મોતિયે રે, રોપ્યા થંભ પ્રવાલ ;             
કાદવ દહીંના કીધલા રે, મળી ખેલત ગોપી ગ્વાલ.     વ૦ર
અંબર આભૂષણ અંગમાં રે, સર્વ સજી શણગાર ;        
કાન વધાવા કારણે, આવી ગોકુળીયાની નાર.           વ૦૩
લાલ અમર રહો નંદનો રે, આપે સહુ આશિષ ;           
અધમ ઓધારણ અવતર્યા, વહાલો બ્રહ્માનંદનો ઇશ.    વ૦૪

મૂળ પદ

બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી