વ્રજમાં ઘર ઘર હરખ વઘાઇ., ગાવે નર ને નારી રે ૬/૮

વ્રજમાં ઘર ઘર હરખ વઘાઇ, ગાવે નર ને નારી રે ;
પ્રગટ થયા પુરુષોત્તમ પોતે, વહાલો કુંજવિહારી રે. વ્ર૦૧
ધેનુને મન હરખ થયો અતિ, આંચળ દૂધ ન માવે રે ;
વાછરડાં મન હરખ ભરાણાં, નંદ ઘર દોડી જાયે રે. વ્ર૦ર
દેવ ત્રિયા આંગણિયે આવી, કોઇ નાચે કોઇ ગાવે રે ;
સુંદરવરને જોવા સારુ, ઈંદ્રાદિક સુર આવે રે. વ્ર૦૩
હરખ થયો ગોવર્ધન ગિરિને, વનવેલી હરખાણી રે ;
બ્રહ્માનંદ કહે જગજીવન, સુત જાયો નંદરાણી રે. વ્ર૦૪

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી