આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે ૭/૮

આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે;
	જેનો વેદ વખાણે મહિમા, તે આ કુંજ વિલાસી રે...આજ૦ ૧
ચાલો સખી સૌ મળીને જઈએ, નંદતણે આંગણિયે રે;
	અંતરગત એકાંતિક વાતુ, ભૂધરજીને ભણિયે રે...આજ૦ ૨
ગ્વાલ બાલ સહુ મંગળ ગાવે, વદન વધાઈ વધાઈ રે;
	પ્રેમીજન કારણ હરિ પ્રગટયા, સુંદરવર સુખદાઈ રે...આજ૦ ૩
પારણિયે નટવરજી પોઢયા, ચાલો પાસે જઈએ રે;
	બ્રહ્માનંદના વાલા કેરા, બાળ સંગાથી થઈએ રે...આજ૦ ૪
 

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

મળતા રાગ

માલીગાડો ઢાળ : સુંદર શ્રીઘનશ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
1