નંદભુવન આવી વ્રજનારી વહાલાજીને વધાવા રે ૮/૮

નંદભુવન આવી વ્રજનારી, વહાલાજીને વધાવા રે ;
લાલતણાં વારણિયાં લઇને, ગીત મનોહર ગાવા રે. નં૦૧
ટોડે ટોડે તોરણ બાંધ્યાં, શેરી ફૂલ વેરાવ્યાં રે ;
દૂધ દહીં ને માખણ કેરા, આંગણ કીચ મચાવ્યા રે. નં૦ર
પૂરણ મોતી ચોક પુરાવ્યા, ઘેનુને શણગારી રે ;
કાનકુંવરને જોવા આવે, ગોકુળિયાની નારી રે. નં૦૩
ગોપી સરવે કહે જશોદાને, જીવો લાલ તમારો રે ;
કંસ નિકંદન કરવા પ્રગટ્યા, બ્રહ્માનંદનો પ્યારો રે. નં૦૪

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી