ધન ધન આજ ઘડી આવી વહાલો મારો આવ્યા વ્રજ ચાલી ૧/૪

ધન ધન આજ ઘડી આવી, વહાલો મારો આવ્યા વ્રજ ચાલી. ટેક.
ધન ધન નંદતણી કરણી, જશોદા ધન જેની ધરૂણી ;*
ધન ધન ગોકુળની ધરણી. ધ૦૧
શ્રાવણ વદઆઠમ બુધવારી, રોહિણી નક્ષત્ર ઘડી સારી ;
અર્ધ નિશિ પ્રગટ્યા મોરારી. ધ૦ર
અનુપમ ઉત્સવ દિન આવ્યો, ચોંપે કરી મંડપ રંગ છાયો ;
જશોમતી કાનકુંવર જાયો. ધ૦૩
ચાલો સખી સહુ ભેળાં થઇને, બોલાવીશું કાનુડો કહીને ;
બ્રહ્માનંદ કહે મીઠડાં લઇને. ધ૦૪
* ગૃહિણી

મૂળ પદ

ધન ધન આજ ઘડી આવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી