ધન ધન આજની રજની જશોદાને પુત્ર થયો સજની ૨/૪

ધન ધન આજની રજની, જશોદાને પુત્ર થયો સજની. ટેક.
ટોડે ટોડે તોરણિયાં છાજે, ઘેરે સ્વર  ત્રંબાળુ ગાજે ;
સખી જોને નંદને દરવાજે. ધન૦૧
કાદવ દહીં દૂધતણાં કરીયા, ગોપીજન આનંદથી ભરીયા ;
વહાલો જોઇ લોચનિયાં ઠરીયાં. ધન૦ર
ભાવે મુખ ભૂધરનું ભાળી, વધાવે સુંદર મહી વાળી ;
મોતી ભરી કાંચનની થાળી. ધન૦૩
કોઇની સૂધ નહીં કોઇને, રહ્યાં છે મન સહુના મોહીને ;
બ્રહ્માનંદનો વહાલો જોઇને. ધન૦૪

મૂળ પદ

ધન ધન આજ ઘડી આવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી