ચાલ સખી જોવાને જાયે મોહનજીનું મુખડું રે ૪/૮

ચાલ સખી જોવાને જાયે, મોહનજીનું મુખડું રે ;ખોળામાં તેડીને ખોઇએ અનંત જનમનું દુઃખડું રે. ચા૦૧
આંગણિયામાં ઉભા રહીને, ઘેરે સાદે ગાયે રે ;શામળિયા નટવરને સારું, રમકડાં લઇ જાયે રે.  ચા૦ર
આનંદ અધિક જાય ઉભરાણો, વાજાં નૌતમ વાજે રે ;ઇન્દ્રાદિક બ્રહ્માદિક આવ્યા, મુખડું જોવા કાજે રે.  ચા૦૩
મહા અલૌકિક ભીડ મચી હે, નંદરાયને દ્વારે રે ;બ્રહ્માનંદના વહાલાની ઉપર, તન મન ધન લઇ વારે રે.  ચા૦૪ 

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારે તમ સંગ પ્રીત
Studio
Audio
0
0