Logo image

વધાવા જાયે વહાલાને લાડકડા નંદના લાલાને

વધાવા જાયે વહાલાને, લાડકડા નંદના લાલાને. ટેક.
સર્વે મળી સૈયરની ટોળી, ભરી ભરી મહીડાની ગોળી ;
         દેશું જઇ ફળિયામાં ઢોળી. વધા૦૧
મોતીડાંની ભેટ ધરી આગી, જશોદાને ચરણકમળ લાગી ;
         મોહનજીને લઇ લેશું માગી. વધા૦ર
વહાલાજીને હેત ઘણે તેડી, ચડી જાશું નંદતણી મેડી ;
         હુલાવીને કરી લશું હેડી. વધા૦૩
બ્રહ્માનંદ કહે હરિ નિરખીશું, હૈયામાં ભીડીને હરખીશું.
         પારણિયામાંથી પરખીશું. વધા૦૪
 
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
જન્મ, જયંતી, વદ, કૃષ્ણપક્ષ, શ્રાવણ, આઠમ, અષ્ટમી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026