ચાલો સખી નંદ તણે ફળિયે ભૂધરજીની સેવામાં ભળીએ ૪/૪

ચાલો સખી નંદ તણે ફળિયે, ભૂધરજીની સેવામાં ભળીએ.  ટેક.
નંદ ઘર ઉત્સવ છે ભારી, ઈંદ્રાદિક આવ્યા ત્રિપુરારી ;સોને કરી ઘેનુ શણગારી,        ચા૦૧
જોડી કર હાજર સહુ રહેશું, કાનુડો જીવો ઘણું કહેશું ;વારે વારે વારણિયાં લેશું,     ચા૦ર
પીતાં દૂધ સાકર ભેળવશું, મોહનજીની મનડું મેળવશું ;હૈયા પર રમવા હેળવશું,       ચા૦૩
બ્રહ્માનંદ કહે સૈયર સેણી, * જમાડીશું માખણિયું ફેણી ;પેહેરાવીશું ઝૂલડલી ઝેણી.+   ચા૦૪

* શ્યાણી-ડાહી. + ઝીણી. 

મૂળ પદ

ધન ધન આજ ઘડી આવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી