શ્રાવણ વદની રે આઠમ બુધવારી આવી ૧/૪

શ્રાવણ વદની રે, આઠમ બુધવારી આવી,
નક્ષત્ર અનોપમ રે, રોહિણી હરિને મન ભાવી.
અર્ધી રાતે રે, નટવર જન્મ્યા અવિનાશી ;
તેને જોઇને રે, સર્વે ફૂલ્યાં વ્રજવાસી.
નૌતમ નારી રે, ઘેરે સ્વર મંગળ ગાવે ;
નંદને આગે રે, બહુ ભેટ ગોવાળા લાવે.
બ્રહ્માનંદના રે, વહાલાનું જોઇને મુખડું ;
સર્વે પામ્યા રે, ગોકુળનાં વાસી સુખડું.

મૂળ પદ

શ્રાવણ વદની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી