સૈયર ચાલો રે નંદજીને મંદિરે જાઇયે ૩/૪

સૈયર ચાલો રે, નંદજીને મંદિરે જાઇયે ;
નૌતમ જાયો રે, હરિ પુત્ર જશોદા માઇયે.
રૂડા લેઇને રે, રમકડાં આગે ધરશું ;
પ્રાણજીવનથી રે, પ્રીતલડી પહેલી કરશું.
કાનકુંવરને રે, હૈડામાં તેડી લેશું ;
કેવું ઘટશે રે, તે એકાંતે જઇ કેહેશું.
બ્રહ્માનંદના રે, વહાલાનું વદન વિલોકી ;
રાખી લેશું રે, આખ્યુંની પલમાં રોકી.

મૂળ પદ

શ્રાવણ વદની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી