સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર ૧/૪

સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર-ટેક.
હીરા માણેક બહુ જડિયાં પારણીએ, કાજુ શોભે છે રૂડી મોતીડાંની કોર-પ્યા૦ ૧
કોઈક કાનાને નેણે સારે કાજળિયું, કોઈક બનાવે રૂડી કસ્તુરીની ખોર-પ્યા૦ ૨
હીલો ગાવે ને માતા હરિને ઝુલાવે, હાથે ગ્રહી છે રૂડી હીરલાની દોર-પ્યા૦ ૩
બ્રહ્માનંદ કહે મુખ રસિયા વા’લમનું, ગોપી જુવે છે જેમ ચંદ્ર ચકોર-પ્યા૦ ૪
 

મૂળ પદ

સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

રસિયો રાસ રમે
Studio
Audio
0
0