બાલુડે વેશ માથે શોભે છે કેશ, વહાલો રમે છે મારો બાલુડે વેશ ૪/૪

બાલુડે વેશ માથે શોભે છે કેશ, વહાલો રમે છે મારો બાલુડે વેશ-ટેક.
અખિલ બ્રહ્માંડનો કર્તા અખંડિત, નાથ કરે છે લીલા નંદજીને નેસ-વ૦ ૧
રસિયા પ્રીતમને ગોપી તેડી રમાડે, જેના મહિમાનો પાર પામે ન શેષ-વ૦ ૨
દેખી પંખીને મારો શ્યામ ડરે છે, ધ્યાન ધરે છે જેનું શિવજી હંમેશ-વ૦ ૩
બ્રહ્માનંદનો પ્યારો જીવન મારો, લાલ આંખડલીમાં રાખીને લેશ-વ૦ ૪
 

મૂળ પદ

સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સત્સંગ સાગર
Studio
Audio
0
0