ભાદરવા સુદ આઠમને દિન, પ્રગટી રાધા પ્યારી રે ૧/૪

ભાદરવા સુદ આઠમને દિન, પ્રગટી રાધા પ્યારી રે ;
ભ્રખુભાણને ઘેર વધાઇ, ગાવે છે વ્રજનારી રે. ભા. ૧
ઘર ઘરથી આવે સર્વગોપી, મુખથી મંગળ ગાતી રે ;
રાધાનું મુખડું ભાળીને, શીતળ થાય છે છાતી રે. ભા. ર
કીર્તિ માતાને સહુ કહે છે, પ્રગટ્યું રતન તમારે રે ;
એમ કહે ને અતિ હેતે કરી, ઉભી લૂણ ઉતારે રે. ભા. ૩
બ્રહ્માનંદ કહે ભ્રખુભાણનું, ભાગ્ય કહ્યામાં નાવે રે ;
રસિક રાયની પ્યારી રાધા, તેને ગોદ ખેલાવે રે. ભા. ૪

મૂળ પદ

ભાદરવા સુદ આઠમને દિન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી