રાધાકુંવરી પ્રગટ થઇ જાણીને, ઈંદ્રાદિક સુર આવ્યા રે ૩/૪

રાધાકુંવરી પ્રગટ થઇ જાણીને, ઈંદ્રાદિક સુર આવ્યા રે ;
દેવત્રિયા ગાવાને સારુ, સરવે સાથે લાવ્યા રે. રા. ૧
ધન્ય ભાગ્ય ભ્રખુભાણ તમારાં, કુંવરી રૂડું કરશે રે ;
હાવભાવ અતિ હેત કરીને, હરિના મનને હરશે રે. રા. ર
કુંવરી કેરું રૂપ અલૌકિક, જોઇ જોઇ નેણ ઠરે છેરે,
ગોપી ગ્વાલ મળી આંગણામાં, ઉત્સવ અધિક કરે છેરે. રા. ૩
વ્રજનારી ભ્રખુભાણને આંગણ ; જૂથ મળીને આવી રે ;
બ્રહ્માનંદ કહે લિયે વારણાં, કુંવરીને બોલાવી રે. રા. ૪

મૂળ પદ

ભાદરવા સુદ આઠમને દિન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી